Posts

Showing posts from August, 2017

“ મારે સિંહ જોવો છે..“

Image
“ નીચે દર્શાવેલ વાર્તામાં વ્યક્તિનું નામ તથા ઓળખ બદલવામાં આવેલ છે. “ “માનવીના બધા જ ગુણોમાં સાહસ પહેલો ગુણ છે,કારણકે તે બધા જ ગુણોની જવાબદારી લે છે.” આજે આપણે વાત કરીશું  શૂરવીરતા   , સાહસ  અને  આત્મવિશ્વાસ ની… કોઈ પણ વ્યક્તિ  ગીર માં પગ મૂકે અથવા  ગીર ની વાત કરે એટલે “ વનના રાજા સિંહ” ને કેમ ભુલાય… કંઈક આવું જ બન્યું હતું અમારા ગામમાં… એક ડોક્ટર નવા નવા ગામમાં આવેલા,અને જ્યારથી આવ્યા ત્યારથી એક જીદ “ મારે સિંહ જોવો છે.. “,હવે કંઈ સિંહ આપણી મરજી પ્રમાણે તો ચાલે નહિં એટલે ગામના લોકો એ ડોક્ટરને સમજવ્યા અને કહ્યું,”ભાઈ,ઈ તો જંગલનો રાજા છે..એમ જોવા નો મળે.. પણ જ્યારે મારણ(શિકાર) કરશે ત્યારે તમને જરુરથી કઈશું”.એટલે ડોક્ટરે પણ તેમની હા માં હા મિલાવી. હવે આ વાતને લગભગ ૨-૩ અઠવાઠિયા થવા આવ્યા,અને સમયની સાથે સાથે ડોક્ટરની અધીરાઈ પણ વધતી ગઈ.એવામાં ક્યાંકથી ખબર મળી કે,”ધાર ઉપર સિંહે મારણ કર્યું છે”.બસ,હવે તો આ વાતની ડોક્ટરને ખબર પડે એટલી વાર હતી.ડોક્ટરને આ વાતની જાણ થઈ અને એની આંખો ચમકી.ગામના લોકો પણ સહમત થયા અને ડોક્ટર તથા ગામના ૩-૪ જણા ભેગા થઈને નીકળ્યા સિંહ જોવા.