Posts

Showing posts from September, 2017

" નરસિંહબાપાની દેરી "

Image
“ નીચે દર્શાવેલ વાર્તામાં વ્યક્તિનું નામ તથા ઓળખ બદલવામાં આવેલ છે. “       "માણસની મહાનતા તેના કાર્યોથી હોય છે, જન્મથી નહીં." આજે આપણે વાત કરીશું અમારા ગામના એક મહાન બાપાની...!  મારા મિત્રો થોડા સમય પહેલા ગામડે ગયા હતા, ત્યાં તેઓ એક દાદાને મળ્યા... એ દાદાએ એમને મળતાની સાથે જ એ લોકો ક્યાંથી આવ્યાં છે અને શા માટે આવ્યાં છે ? - આ બધી વાત વિસ્તારપૂર્વક જણાવી. નવાઈની વાત એ હતી કે, મારા મિત્રોમાંથી કોઈ એમને પહેલા ક્યારેય મળ્યા પણ ન હતા અને કોઈ વાત જણાવી પણ ન હતી.તો તે દાદાને આ વાત ની ખબર કઈ રીતે પડી ગઈ..? આ વાત જાણવા આપડે થોડા ભૂતકાળમાં ફરવા જઈએ... બહુ વર્ષો પહેલાની વાત છે...  જયારે ગીર અભ્યારણમાં લોકો વસવાટ કરવા માટે એક ગામ થી બીજે ગામ સ્થળાંતર કરતા હતા, જયારે ગીરમાં આંગળીના વેઢે ગણાય એટલા લોકો જ વસવાટ કરતા હતા.એ સમયે ત્યાં ફોરેસ્ટ ઓફિસર તરીકે શૈલભાઈ અને હરભાઇ હતા. આ દરમિયાન ત્યાં વસવાટ માટે આવતા લોકો જેટલી જમીન ખેડી શકે એટલી જમીન ફાળવી દેવામાં હતી. એ સમયે "હરભાઇ એ હળ વાવ્યા" એવું માનવામાં આવતું.             એ સમયે ગીર અભ્યારણ એટલો બધ