" નરસિંહબાપાની દેરી "




નીચે દર્શાવેલ વાર્તામાં વ્યક્તિનું નામ તથા ઓળખ બદલવામાં આવેલ છે.

    "માણસની મહાનતા તેના કાર્યોથી હોય છે, જન્મથી નહીં."

આજે આપણે વાત કરીશું અમારા ગામના એક મહાન બાપાની...! 

મારા મિત્રો થોડા સમય પહેલા ગામડે ગયા હતા, ત્યાં તેઓ એક દાદાને મળ્યા...
એ દાદાએ એમને મળતાની સાથે જ એ લોકો ક્યાંથી આવ્યાં છે અને શા માટે આવ્યાં છે ? - આ બધી વાત વિસ્તારપૂર્વક જણાવી. નવાઈની વાત એ હતી કે, મારા મિત્રોમાંથી કોઈ એમને પહેલા ક્યારેય મળ્યા પણ ન હતા અને કોઈ વાત જણાવી પણ ન હતી.તો તે દાદાને આ વાત ની ખબર કઈ રીતે પડી ગઈ..?

આ વાત જાણવા આપડે થોડા ભૂતકાળમાં ફરવા જઈએ...

બહુ વર્ષો પહેલાની વાત છે... 
જયારે ગીર અભ્યારણમાં લોકો વસવાટ કરવા માટે એક ગામ થી બીજે ગામ સ્થળાંતર કરતા હતા, જયારે ગીરમાં આંગળીના વેઢે ગણાય એટલા લોકો જ વસવાટ કરતા હતા.એ સમયે ત્યાં ફોરેસ્ટ ઓફિસર તરીકે શૈલભાઈ અને હરભાઇ હતા. આ દરમિયાન ત્યાં વસવાટ માટે આવતા લોકો જેટલી જમીન ખેડી શકે એટલી જમીન ફાળવી દેવામાં હતી. એ સમયે "હરભાઇ એ હળ વાવ્યા" એવું માનવામાં આવતું.

            એ સમયે ગીર અભ્યારણ એટલો બધો વિકસિત પ્રદેશ ન હતો, તેથી ગીરમાં ચોર,ડાકુ અને ડફેરૂંનો ખુબ જ આતંક હતો. આ સમયે એક નરસિંહભાઈએ ડાકુ અને લૂંટારુ સામે લડવાની પહેલ કરી હતી અને એક ડાકુએ ત્રણ ગોળી મારીને નરસિંહભાઈની હત્યા કરી હતી.

સાત પેઢી બાદ...

            ગામમાં બહુ મોટી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આજુ-બાજુના ગામમાંથી લોકો દર્શન લાભાર્થે ખૂબ જ હરખથી આવ્યા હતા,અને અચાનક જ સપ્તાહમાં જે યજમાન તરીકે બેઠેલા કનુભાઈને તેમના સાત પેઢી પહેલાના દાદા-નરસિંહબાપાનું વળગણ લાગ્યું.લોકોને સમજાતું ન હતું કે શું કરવું..? આ સમયે ગામના ગોરબાપાએ યજમાનને પૂછ્યું કે તમારી ઈચ્છા શું છે? તો નરસિંહબાપા એ પોતાની વાડી(ખેતર) તરફ ઈશારો કરતા કહ્યું કે," મારી વાડીના શેઢે એક પથ્થર પડ્યો છે જેમાં ત્રણ કાણાં છે,એ પથ્થરને આઇયા લઈને આવો".આ વાત સાંભળતા જ ગામના ચાર-પાંચ માણસો તેમની વાડીએ ગયા અને પથ્થર શોધવા લાગ્યા. બાપાના કીધા પ્રમાણે પથ્થર શેઢમાં પડ્યો હતો.પરંતુ હવે મુશ્કેલી એ હતી કે આ પથ્થર કોઈથી પણ ઊંચકાતો ન હતો. ચાર-પાંચ લોકોએ સાથે ઊંચકવાની કોશિશ કરી પણ કોઈને સફળતા મળી નહીં, છેવટે ગામના બીજા લોકો ને મદદ માટે બોલાવવામાં આવ્યા પણ કોઈનાથી પથ્થર ઊંચકાયો નહીં.

             થોડા સમય બાદ,યજ્ઞમાં બેઠેલા યજમાન જાતે તે જગ્યા એ આવ્યા અને એમને એ પથ્થર એક જ વારમાં અને એક જ હાથથી ઊંચકી લીધો.આ જોઈને ગામના બધા માણસો ખૂબ જ ચોંકી ગયા હતા. ત્યાર બાદ ગામમાં જયારે પણ કોઈ કનુભાઈને મળવા જાય ત્યારે તેઓ નરસિંહબાપાને મળીને આવ્યા હોય એવું અનુભવતા કારણ કે ઘરમાં પ્રવેશતાની સાથે જ હીંચકે બેઠેલા કનુભાઈ બોલી ઉઠતા કે," આવો... આવો... ડાહ્યાભાઈ, આ વખતે પાક કેવો છે?" અને આમ એમની લોકો સાથે ભાત-ભાતની વાતો થતી. ગામ આખામાં વાત ફેલાઈ ગઈ હતી, અને હવે તો બાપા ગામની બારથી આવનારને પણ ઓળખી જતા અને શા કામ માટે આવ્યા છે એ પણ કહી દેતા..!!

ત્યારથી એ ત્રણ કાણાવાળાં પથ્થરને નરસિંહબાપાને વાગેલી ત્રણ ગોળીના ઘાં સમાન ગણવામાં આવે છે અને હજી પણ બાપાના એ ઘરને "નરસિંહબાપાની દેરી"ના નામથી  ઓળખવામાં આવે છે.  

ધન્ય છે એ ભૂમિ જ્યાં નરસિંહબાપા જેવા મહાન વ્યક્તિ જન્મ લે છે...
 "વિશ્વાસ એ એક એવી શક્તિ છે જેનાથી વિખરાયેલી દુનિયામાં પણ પ્રકાશ લાવી શકાય છે."

Comments

Post a Comment

Popular posts from this blog

તને મમ્મી ગમે કે પપ્પા?

“ મારું ગામ”

ડરથી ડરશો નહીં