ડરથી ડરશો નહીં



નીચે દર્શાવેલ વાર્તામાં વ્યક્તિનું નામ તથા ઓળખ બદલવામાં આવેલ છે.

    વ્યક્તિ પોતાના વિચારોથી નિર્મિત પ્રાણી છે,એ જેવું વિચારે છે એવું બની જાય છે.


 આજે આપણે વાત કરીશું ગીરના બે ભાઈઓની, કે જેમને સિંહનો સામનો કર્યો  હતો.
            
            વાત એવી છે કે, બે ભાઈઓ ખેતર ખેડતા હતા અને એવામાં જ સામેથી એક સિંહ ખેતરની વંડી ( ખેતરના ફરતે બાંધવામાં આવતી પાળ ) કૂદીને ખેતરમાં અંદર આવી ગયો. આમ તો સિંહ કોઈ દિવસ માણસોને નુકસાન ના જ પોંહચાડે, પરંતુ એ દિવસે ખબર નહીં કોઈએ સિંહને હેરાન કર્યો હશે કે કોઈ બીજા કારણોસર સિંહ ખુબ જ ગુસ્સામાં દેખાતો હતો.
          સિંહને ખેતરમાં આવતો જોઈ નાનો ભાઈ તો ખુબ જ ડરી ગયો અને  મોટાભાઈને કઈ અનહોની થાય એની પહેલા  ભાગી જવા માટે કહ્યું. પરંતુ મોટાભાઈએ નાનાભાઈને રોક્યો અને સમજાવ્યું કે ક્યારેય પણ સિંહને જોઈને કે મુશ્કેલીથી ભાગવું ન જોઈએ. પરંતુ નાનોભાઈ ખુબ જ ડરી ગયો હોવાથી મોટાભાઈએ તેને શાંત કરવા માટે કહ્યું કે હવે તું કઈ જ કરીશ નહિ, માત્ર ખેતર ખેડવામાં ધ્યાન આપ, જો તું એની સામે નહિ જોવે તો એ પણ તને કઈ નહિ કરે અને બાજુના રસ્તાથી ચાલ્યો જશે.

       બંને ભાઈઓએ ફરી ખેતર ખેડવાનું શરુ કર્યું. હવે સિંહ પણ થોડો વધારે નજીક આવી ગયો હતો. પરંતુ નાનાભાઈની ચિંતા એ જોઈને વધતી જતી હતી કે સિંહ બાજુના રસ્તામાંથી જવાના બદલે હવે તેમના તરફ જ આવી રહ્યો હતો. જોત-જોતામાં સિંહ બંને ભાઈની તરફ વધવા લાગ્યો. આ જોઈને મોટાભાઈએ હળ ઊભું રાખી દીધું અને નાનાભાઈને સહેજ પણ ન હલવા માટે  સલાહ આપી. 
          સિંહ હવે ખુબ જ નજીક આવી રહ્યો હતો. આ જોઈને નાનાભાઇએ ડરના લીધે ત્યાંથી ભાગી જવાનું નક્કી કર્યું અને એણે દોડવાનું શરુ કર્યું. આ જોઈને સિંહે પણ નાનાભાઈ તરફ દોડવાનું શરુ કર્યું. બે-ત્રણ હડફમાં( સિંહ દ્વારા દોડતી વખતે લેવામાં આવતા લાંબા પગલાં) સિંહ નાનભાઈની ખુબ જ નજીક પહોંચી ગયો અને એને નાનભાઈ પર હુમલો કરી દીધો. સિંહે પોતાના નહોર વડે નાનાભાઇના સાથળ પર પ્રહાર કર્યો અને સાથળનો ભાગ એક જ ઝટકામાં બે ગાઉં(લગભગ ) દૂર ફેંકી દીધો. 
             સમયસૂચકતા વાપરીને મોટાભાઈએ હાથમાં દંડ લઈને સિંહને ભગાડવા હાકલ કરી અને સિંહને ત્યાંથી ભગાડી મુક્યો. પછી મોટાભાઈએ ગામમાં ખબર કરી અને નાનાભાઈને ગાડાંમાં સુવડાવીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો.  

 અવસર વગર કાબિલિયત કાંઈ જ નથી.

Comments

Popular posts from this blog

તને મમ્મી ગમે કે પપ્પા?

“ મારું ગામ”