Posts

Showing posts from 2017

" નરસિંહબાપાની દેરી "

Image
“ નીચે દર્શાવેલ વાર્તામાં વ્યક્તિનું નામ તથા ઓળખ બદલવામાં આવેલ છે. “       "માણસની મહાનતા તેના કાર્યોથી હોય છે, જન્મથી નહીં." આજે આપણે વાત કરીશું અમારા ગામના એક મહાન બાપાની...!  મારા મિત્રો થોડા સમય પહેલા ગામડે ગયા હતા, ત્યાં તેઓ એક દાદાને મળ્યા... એ દાદાએ એમને મળતાની સાથે જ એ લોકો ક્યાંથી આવ્યાં છે અને શા માટે આવ્યાં છે ? - આ બધી વાત વિસ્તારપૂર્વક જણાવી. નવાઈની વાત એ હતી કે, મારા મિત્રોમાંથી કોઈ એમને પહેલા ક્યારેય મળ્યા પણ ન હતા અને કોઈ વાત જણાવી પણ ન હતી.તો તે દાદાને આ વાત ની ખબર કઈ રીતે પડી ગઈ..? આ વાત જાણવા આપડે થોડા ભૂતકાળમાં ફરવા જઈએ... બહુ વર્ષો પહેલાની વાત છે...  જયારે ગીર અભ્યારણમાં લોકો વસવાટ કરવા માટે એક ગામ થી બીજે ગામ સ્થળાંતર કરતા હતા, જયારે ગીરમાં આંગળીના વેઢે ગણાય એટલા લોકો જ વસવાટ કરતા હતા.એ સમયે ત્યાં ફોરેસ્ટ ઓફિસર તરીકે શૈલભાઈ અને હરભાઇ હતા. આ દરમિયાન ત્યાં વસવાટ માટે આવતા લોકો જેટલી જમીન ખેડી શકે એટલી જમીન ફાળવી દેવામાં હતી. એ સમયે "હરભાઇ એ હળ વાવ્યા" એવું માનવામાં આવતું.             એ સમયે ગીર અભ્યારણ એટલો બધ

“ મારે સિંહ જોવો છે..“

Image
“ નીચે દર્શાવેલ વાર્તામાં વ્યક્તિનું નામ તથા ઓળખ બદલવામાં આવેલ છે. “ “માનવીના બધા જ ગુણોમાં સાહસ પહેલો ગુણ છે,કારણકે તે બધા જ ગુણોની જવાબદારી લે છે.” આજે આપણે વાત કરીશું  શૂરવીરતા   , સાહસ  અને  આત્મવિશ્વાસ ની… કોઈ પણ વ્યક્તિ  ગીર માં પગ મૂકે અથવા  ગીર ની વાત કરે એટલે “ વનના રાજા સિંહ” ને કેમ ભુલાય… કંઈક આવું જ બન્યું હતું અમારા ગામમાં… એક ડોક્ટર નવા નવા ગામમાં આવેલા,અને જ્યારથી આવ્યા ત્યારથી એક જીદ “ મારે સિંહ જોવો છે.. “,હવે કંઈ સિંહ આપણી મરજી પ્રમાણે તો ચાલે નહિં એટલે ગામના લોકો એ ડોક્ટરને સમજવ્યા અને કહ્યું,”ભાઈ,ઈ તો જંગલનો રાજા છે..એમ જોવા નો મળે.. પણ જ્યારે મારણ(શિકાર) કરશે ત્યારે તમને જરુરથી કઈશું”.એટલે ડોક્ટરે પણ તેમની હા માં હા મિલાવી. હવે આ વાતને લગભગ ૨-૩ અઠવાઠિયા થવા આવ્યા,અને સમયની સાથે સાથે ડોક્ટરની અધીરાઈ પણ વધતી ગઈ.એવામાં ક્યાંકથી ખબર મળી કે,”ધાર ઉપર સિંહે મારણ કર્યું છે”.બસ,હવે તો આ વાતની ડોક્ટરને ખબર પડે એટલી વાર હતી.ડોક્ટરને આ વાતની જાણ થઈ અને એની આંખો ચમકી.ગામના લોકો પણ સહમત થયા અને ડોક્ટર તથા ગામના ૩-૪ જણા ભેગા થઈને નીકળ્યા સિંહ જોવા.      

“ મારું ગામ”

Image
“કુદરત ની  અદ્દભુત  રચના  એટલે  બ્રહ્માંડ… એ નો  એક માત્ર  જીવંત  જીવ  એટલે  પૃથ્વી… સાત ખંડો નો  રાજા  એશિયા… એમાં નો  એક  સમૃદ્ધ  દેશ  ભારત… એમાં  વિકાસ ના  પથ  પર સદૈવ દોડતું  ગુજરાત… જ નની-જન્મભૂમિ  સમાન  જુનાગઢ… અને  એનું  એક  ગામ  એટલે મંડોરણા…”                                            -મિલાપ ભંડેરી.