Posts

Showing posts from 2019

તને મમ્મી ગમે કે પપ્પા?

કોઈએ મને પૂછયું..! તને મમ્મી ગમે કે પપ્પા? મેં એમને શાંતિપૂર્વક જવાબ આપ્યો..! આ તો કેવો સવાલ છે? કારણ કે... આતો એવું થઇ ગયું કે તમારે શ્વાસ લેવો છે કે હૃદય ધબકતું રાખવું છે? મારા માટે તો શ્વાસ એટલે મમ્મી અને હૃદય એટલે પપ્પા...! હૃદયની જેમ કામ કરીને પપ્પા મને હંમેશા જીવંત રેવાની પ્રેરણા આપે છે અને મમ્મીનો પ્રેમ શ્વાસની જેમ દર ઘડીએ મારામાં કંઈક કરી બતાવાનો... કંઈક બનવાનો આત્મવિશ્વાસ પૂરે છે...! તો મારા માટે તો મારા મમ્મી પપ્પા એ મારા શ્વાસ, હૃદય અને મારી દુનિયા છે...! તમારા માટે જણાવો તમે....?!?!

બહુ યાદ આવે છે..!

બહુ યાદ આવે છે..! રોજ સવારે ગમે તેટલા એલાર્મ વાગે... પણ મમ્મીના અવાજથી ઉઠવાનું...! બહુ યાદ આવે છે..! આમ તો બધું વ્યવસ્થિત જ હોય... પણ પપ્પાના ડરથી વસ્તુઓ સરખી મુકવાનું...! બહુ યાદ આવે છે..! મોડી રાત હોય કે બપોરનો તડકો... ભાઈ-બહેન સાથે આઈસ-ક્રીમ ખાવા જવાનું...! બહુ યાદ આવે છે..! ઉનાળો હોય કે પછી હોય વરસાદ... બાઈક પર આંટો મારવા જવાનું...! બહુ યાદ આવે છે..! કોલેજ હોય કે કોલેજ પુરી થયા પછી... મિત્રો સાથે એ શંભુ અને ડેનીની બેઠક...! બહુ યાદ આવે છે..! ભણવાના બહાને રાત્રે ભેગા થવાનું... અને પછી આખી રાત Dubsmash અને Horror movie જોવાની એ મજા...! બહુ યાદ આવે છે..! ક્લાસની પહેલા ભેગા થઈને... ધાબા પર લેવાતા એ સ્પીકીંગના લેક્ચર...! બહુ યાદ આવે છે..! મેડમ આજે ક્યાં ટોપિક આપશે અને પેહલી વારી પોતાની ન આવે... એટલે આગળવાળાની પાછળ છુપાવાની એ બીક...! બહુ યાદ આવે છે..! ઓફિસમાં દરરોજ એકબીજાની સાથે બેસીને... લંચ અને સાંજના નાસ્તાની એ મજા...! બહુ યાદ આવે છે..! ભલે તમે કંઈ ભૂલ ન કરી હોય... પણ એ JD, BD અને CD સાથેની મિટિંગ...! બહુ યાદ આવે છે..! South Indianની વાતમાં ભલ