બહુ યાદ આવે છે..!

બહુ યાદ આવે છે..!

રોજ સવારે ગમે તેટલા એલાર્મ વાગે...
પણ મમ્મીના અવાજથી ઉઠવાનું...!
બહુ યાદ આવે છે..!

આમ તો બધું વ્યવસ્થિત જ હોય...
પણ પપ્પાના ડરથી વસ્તુઓ સરખી મુકવાનું...!
બહુ યાદ આવે છે..!

મોડી રાત હોય કે બપોરનો તડકો...
ભાઈ-બહેન સાથે આઈસ-ક્રીમ ખાવા જવાનું...!
બહુ યાદ આવે છે..!

ઉનાળો હોય કે પછી હોય વરસાદ...
બાઈક પર આંટો મારવા જવાનું...!
બહુ યાદ આવે છે..!

કોલેજ હોય કે કોલેજ પુરી થયા પછી...
મિત્રો સાથે એ શંભુ અને ડેનીની બેઠક...!
બહુ યાદ આવે છે..!

ભણવાના બહાને રાત્રે ભેગા થવાનું...
અને પછી આખી રાત Dubsmash અને Horror movie જોવાની એ મજા...!
બહુ યાદ આવે છે..!

ક્લાસની પહેલા ભેગા થઈને...
ધાબા પર લેવાતા એ સ્પીકીંગના લેક્ચર...!
બહુ યાદ આવે છે..!

મેડમ આજે ક્યાં ટોપિક આપશે અને પેહલી વારી પોતાની ન આવે...
એટલે આગળવાળાની પાછળ છુપાવાની એ બીક...!
બહુ યાદ આવે છે..!

ઓફિસમાં દરરોજ એકબીજાની સાથે બેસીને...
લંચ અને સાંજના નાસ્તાની એ મજા...!
બહુ યાદ આવે છે..!

ભલે તમે કંઈ ભૂલ ન કરી હોય...
પણ એ JD, BD અને CD સાથેની મિટિંગ...!
બહુ યાદ આવે છે..!

South Indianની વાતમાં ભલે કંઈ જ ખબર ન પડતી હોય...
પણ આખો દિવસ ડુ અને પડં રમવાની એ મજા...!
બહુ યાદ આવે છે..!

પરીક્ષાના અઠવાડિયા પેહલા ભલે કંઈ ન વાંચ્યું હોય...
પણ પરીક્ષાની આગળની રાતે લાંબી ચાલતી એ Conference...!
બહુ યાદ આવે છે..!

મહિનાઓથી બનતો પ્લાન કેન્સલ કરીને...
રોડટ્રિપના બહાને મંદિર યાત્રાના એ દિવસો...!
બહુ યાદ આવે છે..!

બધાને ખબર હોય કે આ ખોખલા પ્લાન કઈ સફળ નથી થવાના...
પણ મોટા બિઝનેસમેનની જેમ Start-upના વિચાર પર થતી એ ગંભીર ચર્ચા...!
બહુ યાદ આવે છે..!

સાથે હતા ત્યાર તો બહુ કાંઈ કહી ન શક્યો...
પણ આજે દૂર થઈને મને તમારી...
બહુ યાદ આવે છે..!

Comments

Post a Comment

Popular posts from this blog

તને મમ્મી ગમે કે પપ્પા?

" નરસિંહબાપાની દેરી "

“ મારે સિંહ જોવો છે..“