Posts

Showing posts from 2018

ડરથી ડરશો નહીં

Image
“ નીચે દર્શાવેલ વાર્તામાં વ્યક્તિનું નામ તથા ઓળખ બદલવામાં આવેલ છે. “     ।  વ્યક્તિ પોતાના વિચારોથી નિર્મિત પ્રાણી છે,એ જેવું વિચારે છે એવું બની જાય છે.   આજે આપણે વાત કરીશું ગીરના બે ભાઈઓની, કે જેમને સિંહનો સામનો કર્યો  હતો.                          વાત એવી છે કે, બે ભાઈઓ ખેતર ખેડતા હતા અને એવામાં જ સામેથી એક સિંહ ખેતરની વંડી ( ખેતરના ફરતે બાંધવામાં આવતી પાળ ) કૂદીને ખેતરમાં અંદર આવી ગયો. આમ તો સિંહ કોઈ દિવસ માણસોને નુકસાન ના જ પોંહચાડે, પરંતુ એ દિવસે ખબર નહીં કોઈએ સિંહને હેરાન કર્યો હશે કે કોઈ બીજા કારણોસર સિંહ ખુબ જ ગુસ્સામાં દેખાતો હતો.           સિંહને ખેતરમાં આવતો જોઈ નાનો ભાઈ તો ખુબ જ ડરી ગયો અને  મોટાભાઈને કઈ અનહોની થાય એની પહેલા  ભાગી જવા માટે કહ્યું. પરંતુ મોટાભાઈએ નાનાભાઈને રોક્યો અને સમજાવ્યું કે ક્યારેય પણ સિંહને જોઈને કે મુશ્કેલીથી ભાગવું ન જોઈએ. પરંતુ નાનોભાઈ ખુબ જ ડરી ગયો હોવાથી મોટાભાઈએ તેને શાંત કરવા માટે કહ્યું કે હવે તું કઈ જ કરીશ નહિ, માત્ર ખેતર ખેડવામાં ધ્યાન આપ, જો તું એની સામે નહિ જોવે તો એ પણ તને કઈ નહિ કરે અને બાજુના રસ્તાથી ચાલ્યો જશે.