તને મમ્મી ગમે કે પપ્પા?
કોઈએ મને પૂછયું..! તને મમ્મી ગમે કે પપ્પા? મેં એમને શાંતિપૂર્વક જવાબ આપ્યો..! આ તો કેવો સવાલ છે? કારણ કે... આતો એવું થઇ ગયું કે તમારે શ્વાસ લેવો છે કે હૃદય ધબકતું રાખવું છે? મારા માટે તો શ્વાસ એટલે મમ્મી અને હૃદય એટલે પપ્પા...! હૃદયની જેમ કામ કરીને પપ્પા મને હંમેશા જીવંત રેવાની પ્રેરણા આપે છે અને મમ્મીનો પ્રેમ શ્વાસની જેમ દર ઘડીએ મારામાં કંઈક કરી બતાવાનો... કંઈક બનવાનો આત્મવિશ્વાસ પૂરે છે...! તો મારા માટે તો મારા મમ્મી પપ્પા એ મારા શ્વાસ, હૃદય અને મારી દુનિયા છે...! તમારા માટે જણાવો તમે....?!?!